અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે નાગરિકો માટે ફ્લેટની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં ચારેકોર ગટરોના ગંદા પાણી ઉભરાયા હતા. બોપલ-આંબલી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ગટરના પાણી બેક મારતા માર્ગો પર પાણી ભરાયા હતા.


અઢી કલાકના વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વેજલપુર, ઈસનપુર, શેલા, શીલજ, બોપલ, સોલા, ગોતા, ઘુમા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. રાણીપ વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા.


શેલા, શિલજ, બોપલની પોશ કોલોનીમાં પાણી ભરાયા હતા. શહેરના મણિનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઘોડાસરમાં રાધિકા બંગલો વિસ્તારમાં પાણી ભરાયા હતા. બોપલ, ઘુમા, શેલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. ન્યૂ રાણીપ, રાણીપ, વાડજમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.અમદાવાદમાં સૌથી વધારે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. વેજલપુરમાં બુટભવાની મંદિર પાસે પાણી ભરાયા હતા.                


અમદાવાદના ઇસનપુર ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર ગટરનું પાણી બેક મારી રહ્યું છે. વરસાદ અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. ગટરનું દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા દુર્ગંધ ફેલાઈ છે. ન્યુ રાણીપ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. આનંદ પાર્ટી પ્લોટ પાસે તળાવ જેવા દ્રશ્યો છે. ચાંદલોડિયાથી કારીગામ જતા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. અમદાવાદના તપોવન વિસત હાઈવે પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વિસત નજીક આવેલા નોર્થ પ્લાઝા રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. વાહન ચાલકો પાણીના ભરેલા તળાવમાંથી વાહન ચલાવવા મજબૂર બન્યા છે.