અમદાવાદ : અમદાવાદમાં પોલીસકર્મીની પત્ની અને પુત્રનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે.  નરોડામાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ  મોતની છલાંગ લગાવી હતી.  મૃતક મહિલાનો પતિ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડમાં  ફરજ બજાવે છે.  બાળક માનસિક અસ્થિર હતો, મહિલાની માનસિક બીમારીની દવા ચાલતી હતી.  મૃતક મહિલાનું નામ વિરાજબેન અને પુત્રનું નામ રિધમ હોવાનો ખુલાસો થયો છે. નરોડા પોલીસની ટીમ  ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.   


મોતની છલાંગ  મારી આત્મહત્યા કરી


પ્રાથમિક અહેવાલ અનુસાર,  નરોડના હંસપુરા વિસ્તારમાં વિરાજબેન વાણીયા (ઉંવ 33)એ 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંકી બાદમાં તેમણે પણ મોતની છલાંગ  મારી આત્મહત્યા કરી લીધી હતી.  વિરાજબેનના પતિ મિતેશકુમાર વાણીયા હિંમતનગર ડોગ સ્ક્વોડમાં પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.


મીડિયા અહેવાલ અનુસાર, બાળક માનસિક રીતે અસ્થિર હતો અને વિરાજબેનની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમની દવા ચાલતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પડોશીઓ તેમજ પરિવારજનો સાથે પૂછપરછ કરી વધુ વિગતો પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પોલીસ ત્યાંના સીસીટીવી કેમેરા પણ ચેક કરશે.  


 અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારતા મહિલા પોલીસકર્મીનું મોત


અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. ડફનાળા સર્કલ પાસે કારની ટક્કરે મહિલા પોલીસ કર્મચારીનું મોત થયું હતું. કારની ટક્કરે મહિલા પોલીસ કોન્સ્ટેબલ શારદાબેન ડાભીનું મોત થયું હતું. મહિલા પોલીસ કોન્સ્ટેબલને કચડી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. રિવરફ્રન્ટ પાસે મહિલા પોલીસકર્મી એક્ટિવા પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો. નોંધનીય છે કે રિવરફ્રન્ટ ડફનાળા પાસે આ અકસ્માતની આ ઘટના બની હતી.  જેમાં એક મહિલા પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું હતું. 


ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી


પૂરઝડપે આવતી કારના ચાલકે મહિલા પોલીસકર્મીને ટક્કર મારતા મહિલા પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેમનું મોત થયું છે. આ મહિલા પોલીસકર્મીની નામ શારદાબેન હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી હતી. 


Ahmedabad Police: અમદાવાદ પોલીસ કમિશનરે ક્રાઈમમાં વધારો થતા 14 PIની કરી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા