'નમસ્તે ટ્રમ્પ'માં પીએમ મોદી બોલ્યા- બે મોટી લોકશાહી એક મંચ પર, અમેરિકા અમારુ સાચુ મિત્ર

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સંબંધિત કરતા બે મોટી લોકશાહીના વખાણ કર્યા હતા

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Feb 2020 02:45 PM
મોદીએ કહ્યું કે, આજે ભારત દુનિયાનુ સૌથી મોટુ સોલાર પાર્ક, સ્ટેડિયમ અને હેલ્થ સ્કીમમાં કામ કરી રહ્યું છે. ભારતે જુના-નકામા 1500 જેટલા કાયદાઓ ખતમ કર્યા છે.
નમસ્તે કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા બન્ને દેશો આતંકવાદ સામે લડવા સાથે મળીને કામ કરશે. મને ટ્રમ્પ અને તેમના પરિવાર પ્રત્યે સન્માન છે.

મોદીએ કહ્યું કે, દરેક ક્ષેત્રમાં અમેરિકા સાથે અમારી ભાગીદારી વધી છે. 21મી સદીમાં ભારત અને અમેરિકા મળીને ડિજીટલ ક્ષેત્રમાં બહુજ ઉન્નતી કરશે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હુ અને ટ્રમ્પ પહેલીવાર મળ્યા હતા ત્યારે મને કહ્યું હતુ કે, ભારતનો સાચો મિત્ર હવે વ્હાઇટ હાઉસમાં છે. જ્યારે વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવી છે, અને ત્યાં વસતા 40 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકાના વિકાસમાં મદદ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલ્યા કે અમેરિકા ભારતનો નવો દોસ્ત છે, સૈન્ય વિસ્તાર હોય કે પછી બિઝનેસ, ભારતનો સાચો મિત્ર અમેરિકા બન્યુ છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હુ અને ટ્રમ્પ પહેલીવાર મળ્યા હતા ત્યારે મને કહ્યું હતુ કે, ભારતનો સાચો મિત્ર હવે વ્હાઇટ હાઉસમાં છે. જ્યારે વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવી છે, અને ત્યાં વસતા 40 લાખ ભારતીય મૂળના લોકો અમેરિકાના વિકાસમાં મદદ કરે છે.
ભારત અને અમેરિકા મળીને કામ કરશે, અમારી ઇકોનૉમી પાર્ટનરશીપનો વિસ્તાર થશે. ભારત અને અમેરિકાની મિત્રતા વધુ ચાલે અને આગળ વધીને વિકાસના કામમાં ભાગીદારી કરશે. મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સંબંધિત કરતા બે મોટી લોકશાહીના વખાણ કર્યા હતા.
પીએમ મોદીએ મોટેરા સ્ટેડિયમમાં કહ્યું કે, ટ્રમ્પે અહીં આવીને ભારતનુ ગૌરવ વધાર્યુ છે. આજે ટ્રમ્પે ભારતના લોકોને સંબોધિત કર્યુ છે. તે દુનિયાનુ સૌથી મોટુ સ્ટેડિયમ છે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો સંબંધિત કરતા બે મોટી લોકશાહીના વખાણ કર્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.