અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એટલે આજે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે અમદાવાદ આવી રહ્યા છે. આ મુલાકાતને પગલે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ ટ્રાફિક માટે ત્રીજું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં નવા 9 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. કયા-કયા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેની પર એક નજર કરો.....


1) એરપોર્ટ સર્કલથી કેમ્પ રોડ શાહીબાગથી શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટ થઈ પિકનિક હાઉસથી શિલાલેખ ચાર રસ્તાથી સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમથી વાડજ સ્મશાન ગૃહ કટ સુધીનો માર્ગ, સરદાર પટેલ સ્મારકથી શાહીબાગ ડફનાળાથી સીધા એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

2) રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનથી રિવરફ્રન્ટ રોડથી ડફનાળા સુધીનો માર્ગ પ્રતિબંધિત છે.

3) પ્રબોધરાવળ સર્કલથી સુભાષ બ્રિજ સર્કલથી સુભાષબ્રિજ થઈ શિલાલેખ ચાર રસ્તા સુધીનો માર્ગ અને શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલય કટથી અંડરબ્રિજ સર્કલથી શિલાલેખ ચાર રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરાયો છે.

4) વાડજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ સુભાષબ્રિજ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે.

5) ટોરેન્ટ પાવર હાઉસ સર્કલથી કેશવનગરથી સુભાષબ્રિજ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે.

6) રાણીપ પોલીસ લાઈનથી સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી સુભાષબ્રિજ સર્કલ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

7) રિવરફ્રન્ટ વેસ્ટ ઉસ્માનપુરા ત્રણ રસ્તાથી વાડજ સ્મશાન ગૃહ કટ સુધીનો માર્ગ બંધ રહેશે.

8) પાવર હાઉસ સર્કલથી જનપથ ત્રણ રસ્તાથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ અને પાવર હાઉસ સર્કલથી જનપથ ત્રણ રસ્તાથી વિસત સર્કલથી તપોવન સુધીનો માર્ગ બંધ રાખાયો છે.

9) જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડન્સી ત્રણ રસ્તા થઈ મોટેરા ત્રણ રસ્તા સુધીનો માર્ગ, ન્યૂ સી.જી.રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ, કોટેશ્વર ત્રણ રસ્તાથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડન્સી સુધીનો માર્ગ, દેવર્ષ ફ્લેટ ત્રણ રસ્તાથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ અને એસ.પી.રિંગ રોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે.

10) નોબલ ત્રણ રસ્તાથી ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ અને શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પણ પ્રતિબંધિત જાહેર કર્યો છે.