Congress national convention live: ‘મોદીજી અંગારો લગાવે છે, RSS તેમાં પેટ્રોલ છાંટે છે’, જાણો કૉંગ્રેસના અધિવેશનમાં ખડગેએ કેમ આપ્યું નિવેદન

Congress national convention live updates: કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યના રોડમેપ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો

Advertisement

gujarati.abplive.com Last Updated: 09 Apr 2025 03:09 PM

બ્રેકગ્રાઉન્ડ

Congress national convention live updates:  કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં ભવિષ્યના રોડમેપ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓ (DCC) ને સશક્ત બનાવવા, જવાબદારી નક્કી કરવા અને આગામી વિધાનસભા...More

ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું હતું કે ગુજરાતમાં લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ અન્યાય યુવાઓને થયો છે. ગુજરાતના યુવાઓનું ભવિષ્ય અંધકારમય કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ભાજપના શાસનમાં ડ્રગ્સનું દૂષણ બેફામ રીતે ફેલાયું છે. સુરત અને રાજકોટમાં લોકો સળગીને મરે છે છતાં તેમના પરિવારને ન્યાય મળતો નથી. મોરબીમાં પુલ પડવાથી, વડોદરામાં બોટ ઉંધી વળતા નાના બાળકોના મૃત્યુ થયા હતા. ભાજપના રાવણરાજથી ગુજરાતની પ્રજા મુક્ત થવા ઈચ્છે છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.