અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પધાર્યા હતા. જ્યાં તેમણે એરપોર્ટ પર સભાને સંબોધન કર્યા બાદ સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં તેમણે આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. જે બાદ તેઓ રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા અને દેશભરમાંથી આવેલા 20,000 સરપંચોનો સંબોધન કર્યું હતું.



જ્યાંથી પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડ પર આયોજિત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ગયા હતા.



વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં તેમણે મા અંબાની આરતી કરી હતી. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.



મા અંબાની આરતી ઉતાર્યા બાદ વડાપ્રધાને રાસોત્સવ નીહાળ્યો હતો.