અમદાવાદઃ ગુજરાતમાં વધુ ત્રણ જિલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. રાજ્યના તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તાપી જિલ્લાના વ્યાારા તાલુકાની માયપુર ગામની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં પહેલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તેમજ નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોરમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. આમ, વધુ ત્રણ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થતાં ગુજરાતના 28 જિલ્લા કોરોનાગ્રસ્ત થયા છે. હવે ફક્ત પાંચ જિલ્લા જ કોરોના મુક્ત રહ્યા છે.

નવસારીની વાત કરીએ તો હાંસાપોર ગામના 42 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ વ્યક્તિ સુરતના કોરાનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવ્યો હતો. ઓખાથી બસમાં નવસારી આવતા સુરતના પોઝિટિવ વ્યક્તિ સાથે સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે.
પ્રથમ કેસ આવતા આયોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.



વલસાડની વાત કરીએ તો ઉમરગામ તાલુકાના દેહરીના માંગેલવાડના ૩૦ વર્ષના યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. તાપીની વાત કરીએ તો મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. તાપી જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્ર તોડતું થયું છે. જોકે, આ પછી આજે વલસાડના ડુંગરી પોલીસના જીઆરડી જવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડનું તંત્ર દોડતું થયું છે. જીઆરડી જવાનના સંપર્કમાં આવેલ તમામને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો 21 એપ્રિલ સાંજ સુધીમાં ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા1939 પર પહોંચી છે. આજ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.



ગઈ કાલે 4212 જેટલા ટેસ્ટ કર્યા છે. 20 એપ્રિલ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 131 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. 1718 લોકો સ્ટેબલ છે, જ્યારે 19 લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 33,316 ટેસ્ટ કર્યા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં જે 34 મૃત્યુ થયા જેમાં 25 મોત હોટસ્પોટ વિસ્તારમાંથી છે. અમદાવાદમાં રાયખડ, જીવરાજપાર્ક, બહેરામપુર, ખોખરા, વસ્ત્રાલ, વાસણા, જમાલપુરના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કર્ફ્યૂ વિસ્તારમાં સૌથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાાવ્યુ હતું, કે કોરોના વાયરસના આંકડાથી ડરવાની જરૂર નથી માત્ર સતર્કતા રાખવી જરૂરી છે.

કોરોના વાયરસની સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદ શહેરમાં 1248 કેસ સંક્રમિત છે. જોકે, અમદાવાદમાં કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવવાનું એક કારણ એગ્રેસિવ ટેસ્ટિંગ છે. શહેરમાં કોરોનાના કારણે 38 દર્દીના મોત થયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરામાં 188, સુરતમાં 269, રાજકોટમાં 38, ભાવનગરમાં 32, આણંદમાં 28, ભરૂચમાં 23, ગાંધીનગરમાં 17, પાટણમાં 15, પંચમહાલમાં 11, બનાસકાંઠામાં 10, નર્મદામાં 12 કેસે નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.