અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં બારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ જેવા અત્યાર સુધી વરસાદથી વંચિત વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડી ગયો છે ત્યારે હવામાન વિભાગે હજુ આગામી ત્રણ દિવસ લગી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાનના વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આ બે દિવસમાં ગુજરાત જળબંબાકાર થઈ જશે.
હવાના વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરૂવાર ને 20 ઓગસ્ટના રોજ રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, દમણ, ડાંગ, નવસારી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં 21 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ,પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડશે જ્યારે 22 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જેના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. અમુક છલવાયા છે અને મોટા ભાગના ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં ઠેર ઠેર પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક રસ્તા બંધ થઈ જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે પણ એકંદરે લોકો ખુશ છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં ક્યા બે દિવસ પડશે ધોધમાર વરસાદ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2020 11:38 AM (IST)
હવામાનના વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આ બે દિવસમાં ગુજરાત જળબંબાકાર થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -