અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના કાયદા શાખાના હજારો વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય લેવાયો છે. કાયદા શાખાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય. કાયદા શાખાની પરીક્ષા ફરજિયાત પણે લેવાશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ પરીક્ષા ફરજિયાત લેવા અંગેનો નિર્ણય કર્યો છે.
ઓનલાઇન, ઓફલાઇન કે ઓપન બુક એકઝામ લેવી તે અંગેનો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે. પરીક્ષા ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?
ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું. શાળા સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 ટકા ફી તો લે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.
તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ સેન્ટર ઉભુ કરાયું છે. ગુજરાતની 54 હજાર શાળાને આ સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલું રાજય ગુજરાત ભારતમાં બનશે જે ને આ પ્રકાર ની વ્યવસ્થાઓ ઊભી કરી છે. બજેટનો સૌથી વધુ હિસ્સો શિક્ષણમાં આપીએ છીએ.
બીજી લહેરને આપણે કંટ્રોલ કરી લીધો છે. એનો અર્થ એ નથી કે કોરોના ખતમ થયો. સંપુર્ણ લોકડાઉન વગર જ આપણે કોરોનાને કન્ટ્રોલ કર્યો છે. હવે જવાબદારી પ્રજાની બને છે કે સાવધાની રાખીયે. રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું.
તેમણે જણાવ્યું હતું કે, ભાજપની 15 મીએ બેઠક નિયત બેઠક છે, જેમાં કોરોનામા થયેલી કામગીરી, થર્ડ વેવની તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 36 મી ઓલોમ્પિક ભારતમાં થશે તો કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. અમદાવાદમાં વ્યવસ્થાઓ ઉભી કરવા તૈયારી કરી રહ્યા છે. રમતગમત કક્ષાએ અમદાવાદ ગુજરાત મેજબાન બનશે ગુજરાત માટે ગૌરવ.