Passport: વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો દસ્તાવેજ છે. હાલ પાસપોર્ટ માટે અરજી કર્યાના ઘણા દિવસ સુધી લોકોને પાસપોર્ટ મળતો નથી. લોકોની સમસ્યાને લઈ વિદેશ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અરજદારોને પાસપોર્ટ માટેની એપોઇન્ટમેન્ટ ઝડપી અને સરળતાથી મળી રહે તે  માટે જિલ્લા પોસ્ટ ઓફિસમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્રો હવે દર શનિવારે ખુલ્લા રહેશે. આગામી આદેશ ના થાય ત્યાં સુધી દર શનિવારે જિલ્લા પોસ્ટ ઓફીસોમાં બનેલા પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લા રહેશે.


આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિજિટલ કરી દીધી છે. હવે ઘરે બેસીને કામ આરામથી કરી શકાય છે. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત ઓફિસના ચક્કર નથી કાપવા પડતા. હાલ પાસપોર્ટ બનાવવો પણ સરળ થઈ ગયો છે. સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ નથી ખાવા પડતા. તમે ઘરે બેસીને આસાનીથી ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. જો તેમે પણ પાસપોર્ટ બનાવવા માંગતા હો તો આ સ્ટેપ્સ અપનાવી શકો છો.


આ રીતે પાસપોર્ટ માટે કરો ઓનલાઇન એપ્લાઇ



  • ઓનલાઇન પાસપોર્ટ માટે એપ્લાઇ કરવા પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેલસાઇટhttps://www.passportindia.gov.in/ પર જાવ. અહીંયા સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવો.

  • જે બાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા લોગઈન આઈડી જેવી જાણકારી આપો.

  • આ પછી પાસપોર્ટ સેવા ઓપ્શન પર ક્લિક કરો.

  • આ પછી Continue  ઓપ્શન પર ક્લિક કરો.

  • આ પછી Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.

  • આ પછી Click Here To Fill ઓપ્શન પર ક્લિક કરો

  • આ પછી Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી યોગ્ય રીતે ભરો.

  • આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો

  • આ પછી View Saved/Submitted Applications પર જાવ.

  • આ પછી ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.

  • આ પછી તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ બુક કરો.

  • આ પછી Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટ પ્રિન્ટ કરો.

  • આ પછી અપોઈન્ટમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પર પહોંચો. જ્યાં તમારા તમામ ડોક્યુમેંટનું વેરિફિકેશન કરવામાં આવશે.

  • જે બાદ પોલીસ વેરિફિકેશન થશે.

  • આ પછી પાસપોર્ટ Speed Postથી ઘરે આવશે.