અમદાવાદઃ નિસર્ગ વાવાઝોડાને લઈને ગુજરાત માટે રાહતના અને મોટા સમાચાર આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે નિસર્ગ વવાઝોડું હવે નહીં ટકરાય, પરંતુ વાવાઝોડની અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે IMD ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને માહિતી આપી હતી.
ડીપ ડિપ્રેશન આગામી 6 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. 6 કલાકમાં 11 કિલોમીટરનું અંતર કાપે છે ડીપ ડિપ્રેશન. ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે. 3 જૂને વવાઝોડું વધુ મજબૂત બની દમણ- મહારાષ્ટ્ર વચ્ચે ટકરાશે. વવાઝોડું હિટ થશે ત્યારે પવનની ગતિ 100 થી 110 રહેશે, તેવી માહિતી હવામાન વિભાગે આપી હતી.