બીજી તરફ અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના 29 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ 35 માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા હતા, જેમાંથી 29 વિસ્તોરોને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં નવા કેસો ન આવતાં તેમને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
જોકે, ઇન્ડિયાકોલોની, અમરાઈવાડી, નારણપુરા, સાબરમતી અને મુક્તમપુરાના છ વિસ્તારોમાં કેસો હજુ આવી રહ્યા હોવાથી મુક્તિ આપવામાં આવી નથી. આ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ ચાલું રહેશે. તેમજ લોકો આ વિસ્તારમાં અવર-જવર કરી શકશે નહીં. તેની યાદી નીચે આપી છે.