કયો કેસ હતો ?
2017માં હાર્દિક પટેલે બોપલમાં રેલી અને સભા કરી હતી. આ માટે તેણે પોલીસને મંજૂરી લીધી નહોતી. જેને લઈ તેની સામે ગુનો નોંધાયો હતો. આ કેસના સંદર્ભમાં આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરન્ટ જાહેર કર્યુ હતું.
કોર્ટે સોમવારે ફગાવી આગોતરા જામીન અરજી
કોગ્રેસ નેતા હાર્દિક પટેલના આગોતરા જામીનની અરજી ગુજરાત હાઇકોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. પાટીદાર અનામત આંદોલન વખતે તોડફોડ અને મારામારીના કેસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી હાર્દિક પટેલે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી હતી.
સુનાવણી દરમિયાન હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે સરકાર ખોટા કેસ કરી તેની હેરાનગતિ કરી રહી છે. 2015 થી 2020 સુધીમાં પોતે હાજર હોવા છતાં અને પોલીસને ખબર હોવા છતાં અત્યાર સુધી ધરપકડ ન કરી અને હવે પાંચ વર્ષ બાદ પણ તપાસ ચાલુ છે તેવું સરકારનું નિવેદન અયોગ્ય હોવાની હાર્દિક પટેલ તરફથી રજૂઆત કરાઈ હતી.
બીજી તરફ સરકારે હાર્દિકની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટને બાંહેધરી આપ્યા બાદ પણ હાર્દિક પટેલે લોકો સમક્ષ ઉશ્કેરણીજનક ભાષણો કરી પોતાની જ બાંહેધરીનો ભંગ કર્યો છે.
India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બિનેશન, ઈશાંત શર્માની ફિટનેસને લઈ કોહલીએ કરી આ મોટી વાત, જાણો વિગત