વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ કોમ્બિનેશનને લઈ મહત્વની વાત કરી હતી. કોહલીએ આજે જણાવ્યું કે, ઈશાંત શર્મા ગુડ રિધમમાં જણાય છે અને તે બોલને સારા એરિયામાં ટપ્પો પાડી શકે છે તેથી ટીમમાં સામેલ થઈ શકે છે.


શૉએ અગ્રવાલ પાસેથી શીખવું જોઈએ

પૃથ્વી શૉને લઈ કોહલીએ કહ્યું, શૉ ટેલેન્ટેડ ખેલાડી છે. તેણે વન ડે અને પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કર્યુ હતું. તેણે મયંક અગ્રવાલ પાસેથી શીખવું જોઈએ. ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ સીરિઝમાં પ્રભાવશાળી બેટિંગ કરી હતી.

પંતને નહીં મળે સ્થાન ?

રિષભ પંતને બહાર બેસાડવામાં આવી શકે છે. જો સાહા સંપૂર્ણ ફિટ નહીં હોય તો જ તેનો સમાવેશ ટીમમાં કરવામાં આવશે. હનુમા વિહારી નંબર 6 પર બેટિંગ કરી શકે છે. ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલર અને એક સ્પિનરના કોમ્બિનેશન સાથે ઉતરી શકે છે. ટીમ પસંદગીનો છેલ્લો નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.

પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમઃ મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ