અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લીને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 100ને પાર થઈ ગયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3343 એક્ટિવ કેસો છે. આ પછી મહેસાણામાં 437 અને ગાંધીનગરમાં 319 એક્ટિવ કેસો છે. અરવલ્લી જિલ્લામાં હાલ, 28 એક્ટિવ કેસો છે. ઉત્તર ગુજરાતમાં કુલ એક્ટિવ કેસો 4600 છે. આ પછી દક્ષિણ ગુજરાતમાં 4200, સૌરાષ્ટ્ર-કચ્છમાં 2616 અને મધ્ય ગુજરાતમાં 1432 એક્ટિવ કેસો છે. આમ, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો છે. મોતની સંખ્યામાં પણ ઉત્તર ગુજરાત નંબર વન છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં કોરોનાથી 1711 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1579 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા 108 લોકોના કોરોનાથી મોત થયા છે.
Sr NoDistrict NameActive Positive CasesCases Tested for COVID19Patients RecoveredPeople Under QuarantineTotal Deaths
1Ahmedabad3343217613209542302211579
4Aravalli287860248134524
5Banaskantha17015122446286416
13Gandhinagar319139809522328941
20Mehsana4371050428836417
25Patan18491043164226
28Sabarkantha1191087325681088
Total4600285056234602662331711