Date | case | discharge | death |
11-08-2020 | 139 | 190 | 3 |
12-08-2020 | 147 | 211 | 4 |
13-08-2020 | 143 | 223 | 4 |
14-08-2020 | 149 | 232 | 4 |
15-08-2020 | 148 | 168 | 3 |
16-08-2020 | 149 | 162 | 4 |
17-08-2020 | 145 | 165 | 3 |
Total | 1020 | 1351 | 25 |
કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ માટે શું છે મોટા રાહતના સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2020 10:35 AM (IST)
એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન હોવા છતા રાહતના સમાચાર એ છે કે, શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને હાલ, શહેરમાં કોરોનાના 2937 એક્ટિવ કેસો છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર હાલ, એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન હોવા છતા રાહતના સમાચાર એ છે કે, શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને હાલ, શહેરમાં કોરોનાના 2937 એક્ટિવ કેસો છે.
છેલ્લા એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. વચમાં કેસો વધીને 3200ને પાર થઈ ગયા હતા. જેમાં ફરીથી ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો ગત 11મી ઓગસ્ટથી 17મી ઓગસ્ટ દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો 1020 નોંધાયા છે. જેની સામે 1351 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક અઠવાડિયામાં શહેરમાં કોરોનાથી કુલ 25 લોકોના મોત થયા છે.
આમ, જોઇએ તો છેલ્લા એક અઠવાડિયામાં 356 એક્ટિવ કેસો ઘટ્યા છે. જેને કારણે 3200થી વધુનો આંક ઘટીને 3 હજારની અંદર આવી ગયો છે, જે અમદાવાદ માટે મોટા રાહતના સમાચાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -