કોરોનાને લઈ અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર , પણ આ વિસ્તારના લોકોને ચેતવું પડશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Aug 2020 02:50 PM (IST)
15 દિવસના ગાળામાં 3000થી 2880 પર કોરોનાના એક્ટિવ કેસ પહોંચ્યા છે. જોકે, શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના લોકોને ચેતવાની જરૂર છે. કારણ કે, આ વિસ્તારમાં શહેરના સૌથી વધુ એક્ટિવ કેસો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદી લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 2880 ઉપર પહોંચ્યા છે. 15 દિવસના ગાળામાં 3000થી 2880 પર કોરોનાના એક્ટિવ કેસ પહોંચ્યા છે. જોકે, શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના લોકોને ચેતવાની જરૂર છે. કારણ કે, આ વિસ્તારમાં શહેરના સૌથી વધુ એક્ટિવ કેસો છે. એક સમયે આ વિસ્તારમાં ઓછા કેસો હતા. મધ્ય અને ઉત્તર ઝોન પછી પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું જોર વધ્યું છે. પહેલા પશ્ચિમ ઝોન, પછી ઉત્તર પશ્ચિમ ઝોન અને હવે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંકડો 29,563 તો 1670 લોકોના મોત થયા છે. શહેરમાં ઝોન દીઠ કોરોનાના એક્ટિવ કેસ ઝોન એક્ટિવ કેસ મધ્ય 304 પશ્ચિમ 455 ઉ.પશ્ચિમ 458 દ.પશ્ચિમ 486 ઉતર 311 પૂર્વ 420 દક્ષિણ 446