અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો 1100ને પાર થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના કુલ 14,572 એક્ટિવ કેસો છે. જેમાં સુરતમાં સૌથી વધુ 3813 એક્ટિવ કેસો છે. જ્યારે આ પછી અમદાવાદમાં 3523 એક્ટિવ કેસો સાથે બીજા નંબરે, જ્યારે 998 એક્ટિવ કેસો સાથે રાજકોટ ત્રીજા નંબરે છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો સુરત, અમદાવાદ, રાજકોટ પછી વડોદરા, મહેસાણા, દાહોદ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર અને ભરુચ આવે છે. ટોપ-10 એક્ટિવ કેસોમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં છે. જેમાં રાજકોટ પછી ભાવનગરમાં 423, સુરેન્દ્રનગરમાં 406 અને જામનગરમાં 357 એક્ટિવ કેસો છે. આ પછી દક્ષિણ ગુજરાતના બે, ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના બે જિલ્લાનો ટોપ-10 એક્ટિવ કેસો ધરાવતા જિલ્લામાં સમાવેશ થાય છે.
City Active case
Surat   3813
Ahmedabad   3523
Rajkot   998
Vadodara   972
Mehsana   456
Dahod   425
Bhavnagar   423
Surendranagar   406
Jamnagar   357
Bharuch   289