અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. જોકે, અમદાવાદના બે વિસ્તારો એવા છે, જ્યાં એક્ટિવ કેસો વધી રહ્યા છે. આ બે વિસ્તારની વાત કરીએ તો શહેરના પશ્ચિમ ઝોનમાં 586 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 502 એક્ટિવ કેસ છે. આ સિવાય અન્ય ઝોનમાં તેની સરખામણીમાં એક્ટિવ કેસો ઓછા છે. વધતા કન્ટેનમેન્ટ ઝોન સાથે અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોન માટે આ ચિંતાજનક સમાચાર છે.


છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી SVP હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે. જ્યારે 3 લોકોના પ્રાઇવેટ હોસ્પિટલમાં મોત થયા છે. અમદાવાદમાં એક્ટિવ કેસનો હાલનો આંકડો 3177 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો કુલ આંક 21,978 પર તો 1477ના મોત થયા છે.

ઝોન એક્ટિવ કેસ
મધ્ય ઝોન 255
ઉત્તર ઝોન 461
દ.પશ્ચિમ 433
પશ્ચિમ 587
ઉ.પશ્ચિમ 502
પૂર્વ 474
દક્ષિણ 465