ગાંધીનગર:  ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. આયોગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને OBC અનામત અંગેનો રિપોર્ટ સોપ્યો છે.  તમને જણાવી દઈએ કે, 8મી જુલાઇ ૨૦૨૨ના રોજ કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં ‘સમર્પિત આયોગ’ની રચના કરાઈ હતી.  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વસ્તીના ધોરણે અનામત આપવા ઝવેરી કમિશને રિપોર્ટ તૈયાર કર્યો છે. 11 જિલ્લાઓમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો સૂત્રોનો દાવો છે.  આ ઉપરાંત 500 ગ્રામ પંચાયતોમાં OBC સમુદાયનું પ્રભુત્વ રહે તેવો પણ સૂત્રોએ દાવો કર્યો છે. રાજ્યની 49 ટકા અનામત વધે નહિ તે મુજબ OBC સમુદાયને અનામતનો લાભ આપવામાં આવશે.


PM મોદીના ગુજરાત પ્રવાસની તારીખ આવી સામે


PM Modi Gujarat Visit: પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખ સામે આવી છે. 26 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર - તમિલ સંગમ કાર્યક્રમના સમાપન સમારોહમાં હાજરી આપશે. 17 એપ્રિલે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના રાજ્યપાલ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.


પીએમએ આજે 71000 લોકોને આપ્યા નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર


આજે 13મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો ધડાકો કર્યો છે, પીએમ મોદીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દેશમાં લગભગ 71 હજાર યુવાઓને નોકરી માટેના એપૉઇન્ટમેન્ટ લેટર આપ્યા છે. આ જૉબ ઓફર લેટરનું વિતરણ પીએમ મોદી રોજગાર મેળા અંતર્ગત કરવામાં આવ્યુ છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદી આમાં નિયુક્ત થનારા યુવાઓને પણ સંબોધિત કર્યા હતા.


યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા


ઉલ્લેખનીય છે કે, રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી વિભાગમાં તાજેતરમાં નિમણૂક પામેલા 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપ્યા હતા. રોજગાર મેળો એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખાસ અને મોટી પહેલ છે. આ મેળાનો ઉદેશ્યો દેશમાં વધુને વધુ લોકોને રોજગારી આપવામાં મદદ કરવાનો છે. રોજગાર મેળા અંતર્ગત અનેક વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. 



કયા-કયા વિભાગોમાં નવાનિયુક્ત થયેલા યુવાઓને અપાયા નિમણૂંકોને પત્રો - 


ભારત સરકાર અંતર્ગત 71 હજાર યુવાઓને નોકરી માટે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સીનિયર કૉમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કૉન્સ્ટેબલ, સ્ટેનૉગ્રાફર, જૂનિયર એકાઉન્ટન્ટ, પૉસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સીનિયર ડ્રાફ્ટ્સમેન, JE સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રૉફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રૉબેશનરી ઓફિસર, PA, MTS વિવિધ જગ્યાઓ પર કામ કરવા માટે પસંદ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હોય તે તમામ લોકોને આજે એપૉઇન્ટમેટન્ટ લેટર આપવામાં આવ્યા હતા.