અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ ફિનાઇલ પીતા પહેલા એક સૂસાઇડ નોટ લખી હતી. જેમાં પતિ અને સાસરીવાળા સામે ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તેનો સસરો અને દિયર તેની પાસે શારીરિક સંબંધની માંગણી કરતા હતા. તેમજ સાસુ અને પતિ પણ તેને આમાં સહકાર આપતાં હતા અને સંબંધ માટે દબાણ કરતા હતા. આ અંગે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે.
પરિણીતાએ સૂસાઇડ નોટમાં જણાવ્યું છે કે, મારા સસરા દારૂ પીને અવાર-નવાર મારી જોડી ખોટી માંગણી કરતા અને મારી છેડછાડ કરતા. મારી સાસુને આ અંગે કહ્યું. મારી સાસુ ગંદા કામોમાં સહકાર આપતા. મારા સાસુએ મને એવું કહ્યું કે, તારો પતિ હવે આવતો નથી તો શું વાંધો છે. મારી એમાં સંમતિ છએ. એમાં ચિંતા ના કરીશ. પછી મેં મારા પતિને જાણ કરી આ બધી વસ્તુની કે તમારા પપ્પા આવું કરે છે. તમારા મમ્મી બી સહકાર આપે છે, તો મારા પતિએ મને કહ્યું કે, મારા પપ્પા જે કે તે પ્રમાણે કરવાનું. આ ઘરમાં રેવું હોય તો. તો જ હું તારું પૂરું કરીશ.
પરિણીતાએ ડીજીપીને સંબોધીને આ સૂસાઇડ નોટ લખી છે. જેમાં પતિ અને સાસરીવાળા કોલસેન્ટર અને સ્પાના નામે ગોરખધંધા કરતા હોવાનું જણાવ્યું છે. પરિણીતાએ પોલીસ વડા પાસે ન્યાયની માંગણી કરી છે. પરિણીતા હાલ તો સારવાર હેઠળ છે.
અમદાવાદઃ સસરાએ પૂત્રવધૂને પોતાની સાથે શારીરીક સંબંધ બાંધવા કહ્યું, સાસુ-પતિને કહ્યું તો તેમણે સંબંધ બાંધવા કર્યું દબાણ ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Nov 2020 02:26 PM (IST)
'મારા સસરા દારૂ પીને અવાર-નવાર મારી જોડી ખોટી માંગણી કરતા અને મારી છેડછાડ કરતા. મારી સાસુને આ અંગે કહ્યું. મારી સાસુ ગંદા કામોમાં સહકાર આપતા. મારા સાસુએ મને એવું કહ્યું કે, તારો પતિ હવે આવતો નથી તો શું વાંધો છે. મારી એમાં સંમતિ છએ. એમાં ચિંતા ના કરીશ.'
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -