ઓમિક્રોસ કેસ:અમદાવાદમાં ઓમીક્રોનની એન્ટ્રી, પ્રથમ કેસ નોંધાયો છે. દુબઇથી ભારત આવેલ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે ઓમિક્રોન સંક્રમિત હોવાની પુષ્ટી થઇ છે. તના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હતા.


 48 વર્ષીય આણંદના રહેવાસીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દી લંડનથી દુબઇ અને દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવતા કોરોના સંક્રમિત માલૂમ પડ્યો હતો. તો બીજી તરફ, રાજ્યમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા છે. ગાંધીનગર અને આણંદમાં 1-1 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે.


રાજયમાં  ઓમિક્રોનના વધતા જતાં કેસોએ ચિંતા વધારી છે.  અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા, મહેસાણા અને હવે ગાંધીનગર અને આણંદ સુધી કોરોના પહોંચી ગયો છે. હવે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના જામનગરમાં 3, વડોદરામાં 2, સુરતમાં 2, આણંદમાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 દર્દીમાં કોવિડના નવા વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન પોઝિટિવ નોંધાયા છે.


 છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,819 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,42,710 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, આણંદ 4, નવસારી 4, ખેડા 3, વડોદરા 3, દેવભૂમિ દ્વારકા 2,  વલસાડ 2,  ભાવનગર કોર્પોરેશનમાં  1,  ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 575  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 569 નાગરિકો સ્ટેબલ છે. 8,17,819  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4ને પ્રથમ અને 756 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 6600 લોકોને પ્રથમ અને 56603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23048 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 155699 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,42,710 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,69,75,836 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.