ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં અમદાવાદના સિંગરવાથી વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. દીપક પાસેથી પેપર લેવાયું હોવાથી દીપક અત્યંત મહત્વનો આરોપી છે.


હેડકલાર્ક માટેની પરીક્ષાના પેપર લીક કેસમાં આરોપી જયેશ પટેલે એબીપી અસ્મિતા પર જેનું નામ જાહેર કર્યું હતું તે દીપક નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. જયેશ પટેલેના કબૂલાલનામા પ્રમાણે તેણે સિંગરવા હોસ્પિલમાં કામ કરતા દીપક પાસેથી પેપર લીધું હતું. દિપકની પૂછપરછમાં વધુ નામો ખૂલી શકે છે. 


પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર


પેપર લીક કાંડમાં ઝડપાયેલા 8  આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  પ્રાંતિજની કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.  પોલીસે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ.  11 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.  11 આરોપી પૈકી ઝડપાયેલા 8 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરાયા હતા. પ્રાંતિજ કોર્ટે આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.


પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. હિંમતનગરના દર્શન વ્યાસના ઘરે તપાસ કરતાં પોલીસે તેના ઘરેથી રૂપિયા 23 લાખ રોકડ જપ્ત કર્યા હતા. જ્યારે શનિવારે વધુ બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે 11 પૈકીના 8 આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પ્રાંતિજ કોર્ટે આરોપીઓના નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.


પેપરલીકકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પેપર લીકમાં પોલીસે બનાવેલા આરોપીએ એબીપી અસ્મિતા સમક્ષ સૌથી મોટી કબૂલાત કરી છે.  30 લાખમાં પેપરનો સોદો થયો હોવાની જયેશ પટેલે કબૂલાત કરી છે. 


પેપર લીક કાંડમાં પોલીસ FIRમાં દર્શાવેલ ફરાર આરોપીએ એબીપી અસ્મિતાને ફોન કરીને ગુનાની કબૂલાત કરી છે.  પેપર લીક કાંડમાં પોલીસ FIRમાં જેમનું નામ સૌથી પહેલા છે  તેવા જયેશ પટેલ નામના આરોપીએ પેપર લીધુ હોવાની એબીપી અસ્મિતાને ફોન કરીને જાણ કરી છે.  એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જયેશ પટેલે એવો દાવો પણ કર્યો કે પેપર ભોળા ભાવે લીધુ હોવાની અને પોતાના પરિવાર નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. 


જયેશ પટેલે એબીપી અસ્મિતાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આ સાથે જ જયેશ પટેલે વીડિયો સંદેશ પણ મોકલ્યો છે.  ટેલિફોનિક વાતચીતમાં જયેશ પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે તેણે આ પેપરનો 30 લાખમાં સોદો કર્યો છે.  સમગ્ર પેપર લીક કાંડમાં જયેશનો ભત્રીજો દેવલની પોલીસે આરોપી તરીકે પકડી પાડ્યો છે.  જયેશ મુળ હિંમતનગરના ઉછાનો રહેવાસી છે  અને 11 ડિસેમ્બરે તેને પેપર મળી ચુક્યુ હોવાની જયેશ પટેલે કબૂલાત કરી છે. આ પેપર તેણે અમદાવાદની હોસ્પિટલમાં એમ્બ્યુલંસ સપ્લાય કરનાર વ્યક્તિએ પેપર આવ્યુ હોવાનો જયેશ પટેલે દાવો કર્યો છે.