Ahmedabad 108 CALL: દિવાળીના પર્વ પર સૌ કોઈ ફટાકડા ફોડતા હોય છે. નાના બાળકોથી લઈનો વડિલો પણ શાનથી ફટાકડા ફોડી આ પ્રકાશના પર્વને ઉજવતા હોય છે. જો કે આ દરનમિયાન ઘણી દુર્ઘટના પણ ઘટે છે. આજે સમગ્ર રાજ્યની વાત કરીએ તો દિવાળીના તહેવારમાં 108ને હાલ સુધી 359 કોલ મળ્યા છે. હાલ સુધી પડવાના કારણે ઇજા પામેલા 120 કોલ મળ્યા છે. 91 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થતા 108ને જાણ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 34 કોલ સામાન્ય દાઝવાના, 25 કોલ પડી જવાના મળ્યા છે.તો બીજી તરફ સુરતમાં 33 કોલ સામાન્ય દાઝવાના અને 10 કોલ પડી જવાના મળ્યા છે. દાહોદમાં 10 કોલ દાઝી જવાના અને 4 કોલ પડી જવાના મળ્યા છે.


ડોદરામાં સેનાના જવાને પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લેતા અરેરાટી


સંસ્કારી નગરી વડોદરમાં એક ચોંકાવનારી સામે આવી છે. અહીં એરફોર્સના જવાને ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  પોતાનાં ગળે ગોળી મારી એરફોર્સ જવાને મોતને વ્હાલું કર્યું છે. હરણી એરફોર્સ ખાતે ફરજ બજાવતા 53 વર્ષીય રામપ્રસાદ જાટે જીવન ટુંકાવ્યું છે. એરફોર્સ સ્ટેશનનાં વોચ ટાવર પર જ જવાને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.  જવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડાયો છે. હરણી પોલીસે એરફોર્સ જવાનનાં આપઘાત અંગે તપાસ શરૂ કરી છે.


દાહોદમાં ત્રણ બાઈકો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત


દાહોદ: ખાન નદી નજીક ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણ બાઈકના અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. ઘાયલને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે. જાલતથી દાહોદ આવતી બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મૃતદેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા છે. બે બાઈક ચાલકોના ઘટનામાં મોત થતા ગમગમીનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પીએમ મોદી વધુ એક વખત આવશે ગુજરાત


 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉંટ ડાઉન  શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમનો ત્રીજો દિવસ છે.  ત્યારે બીજી બાજુ પીએમ મોદી  31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવો તર્ક છે  સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી  IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે. કેવડિયાથી પ્રધાનમંત્રી  બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે.