અમદાવાદ: દર્શન યુનિવર્સિટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ અને રેડવોપ કેમિકલ્સ દ્વારા ઈન્ડસ્ટ્રી-ઈન્સ્ટીટ્યુટ ઇન્ટરેક્શન અંતર્ગત રિસન્ટ ટ્રેન્ડઝ ઈન કોંક્રિટ ટેકનોલોજી વિષય પર એક દિવસીય ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં એન્જીનિયર મનીષ નાકરાણી, એમડી, રેડવોપ કેમિકલ્સ અને ચેતન નાકરાણી, ડિરેક્ટર મુખ્ય વક્તા હતા.
પર્યાવરણીય અસર પર પ્રકાશ પાડ્યો
વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપમાં મનીષ નાકરાણીએ બાંધકામ કેમિકલ ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રે તેના મહત્વની ઝાંખી આપી હતી. ત્યાર બાદ તેમણે વિવિધ પ્રકારના બાંધકામ રાસાયણિક ઉત્પાદનો, તેમના ગુણધર્મો અને તેમના ઉપયોગની ચર્ચા કરી. તેમણે મિશ્રણો, એડહેસિવ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઉત્પાદનોની ઉત્પાદન પ્રક્રિયાના દરેક પગલાને વિગતવાર સમજાવ્યું, અને કાચા માલના મહત્વ, ઉત્પાદન પ્રક્રિયામાં ટેક્નોલોજીની ભૂમિકા અને ટકાઉપણાના સંદર્ભમાં ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને પર્યાવરણીય અસર પર પ્રકાશ પાડ્યો.
અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા
ચેતન નાકરાણીએ બાંધકામ કેમિકલ ઉદ્યોગ સેક્ટર અને રેડવોપમાં નોકરીની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો અને તેમની ઈનસાઈટ અને અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા. તેમણે આ ક્ષેત્રના જોબ પ્રોફાઇલ્સ અને કાર્યો અને વિવિધ હોદ્દા માટે જરૂરી કૌશલ્યો અને લાયકાતોની ચર્ચા કરી તેમજ આઝાદીના અમૃત કાળમાં દેશના બાંધકામ કેમિકલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના વિકાસમાં યોગદાન આપવા આહવાન આપ્યું.