Gujarat Weatehr:  હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઝપટું પડ્યું છે. સાણંદના નિધરાળમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના શિલાજ, નારણપુરા , સેટેલાઇટ , SG હાઇવે , જજીસ બંગલો , પ્રહલાદ નગર, જીવરાજપાર્ક , વાસણામાં પણ વરસાદી ઝાપટું   પડ્યું છે.


સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો.  ઉમરપાડા તાલુકાના અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ. કેવડી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદને પગલે ખેતીને નુકસાન થવાની ભીતિ છે.


વડોદરાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.  કમોસમી વરસાદના કારણે વડોદરાની આસપાસના ગામડાના ખેડૂતો માટે મુસીબત ઊભી થઈ હતી.  ભારે પવન અને ડમરીઓ ઉડવાને લઈને વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાયા હતા.


ગાંધીનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદી છાંટા પડતાં  વાતાવરણમાં  ઠંડક પ્રસરી છે, જેના કારણે લોકો વરસાદમાં પલળવા મજબૂર બન્યા હતા.


છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદથી  તુવેર, ચણા, ઘઉં, કેરીના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દિવસ દરમિયાન વાદળ છાયું વાતાવરણ બાદ સાંજે ઝરમર વરસાદ પડ્યો હતો.


હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,માં હળવા ઝાપટાની કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં 2થી 5 ડિગ્રી તાપમાન ઘટશે, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં પડી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 કિમીની પ્રતિ ઝડપે પવન ફુંકવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદનો અનુમાન છે.  દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને જોતા ખેડૂતોને પાકને સલામત જગ્યાએ રાખવા સૂચના અપાઇ છે.


 


માવઠાની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો.. સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તેજ પવન ફૂંકાયો.. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ છવાયુ.. એટલું જ નહીં શહેરના કેટલાક વિસ્તારમાં ધુળિયા વાતાવરણથી વાહનચાલકો પરેશાન થયા.. તો આ તરફ વડોદરાના સાવલી અને ડેસર તાલુકામાં વાતાવરણમાં પલટો.. વીજળીના ચમકારા સાથે કાળા વાદળો જોવા મળ્યા..તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો.. ધાનેરા,લાખણી,દાંતીવાડા,ડીસા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. કાપણી સમયે તેજ પવન ફૂંકાતા રાજગરો, એરંડા, જીરુ, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિ...  સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વાદળછાયું વાતવરણ સર્જાયું.. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ઼્યા.. જ્યારે અમરેલીના વડીયામાં ઝરમર વરસાદ થયો.. વાતાવરણમાં પલટાને કારણે સૌરાષ્ટ્રમાં કેરી, ઘઉં સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે.. જેને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.