કીસ્ટોન ગ્લોબલ અમદાવાદ દ્ધારા M.Sc ઈન બિગ ડેટા અને બિઝનેસ એનાલિટિક્સની બેચ માટે  ઓરિએન્ટેશન પ્રોગ્રામ અન્ફાંગ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કીસ્ટોન ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ નેહા શર્માના ઉદ્ઘાટન સંબોધનથી થઈ હતી.


સંબોધનમાં ડૉ નેહાએ  સખત મહેનત અને સમર્પણના મહત્વ વિશે વાત કરી અને વિદ્યાર્થીઓને વાઇબ્રન્ટ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી. શ્રી અશ્વની ઓઝા, હેડ ડાયરેક્ટર ટ્રેડ ચેનલ બજાજ ઈલેક્ટ્રિકલ્સ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. શ્રી ઓઝાએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ ઉદ્દેશ્ય માટે પ્રેરિત કર્યા હતા.


વિદ્યાર્થીઓ તેમની ઉચ્ચ શિક્ષણ યાત્રા શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સુક અને આશાવાદી હતા. શાંતિ બિઝનેસ સ્કૂલના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર અને ડાયરેક્ટર (એડમિન) પ્રો. કે.જી.કે. પિલ્લઈએ  વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કીસ્ટોન ગ્લોબલ અમદાવાદ FOM યુનિવર્સિટી જર્મનીના સહયોગથી વિદ્યાર્થીઓ માટે વિદેશી શિક્ષણને સુલભ અને સસ્તું બનાવવા માટે પાથવે પ્રોગ્રામ ચલાવે છે.