અમદાવાદઃ ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ને ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. આ પછી હાર્દિક પટેલે પાસના કન્વીનરોની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી ગુજરાત સરકાર સાથે અનામતના મુદ્દે વાતચીત કરવા માટે 11 પાટીદારોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી આગામી પહેલી ડિસેમ્બરે સવારે દસ વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સરકાર સાથે ચર્ચા કરશે. આ માટે સરકાર તરફથી પણ મંત્રીઓની એક કમિટી બનાવવામાં આવશે, જે પાસ સાથે મંત્રણા કરશે.
પાસનું પ્રતિનિધિ મંડળ
કિરીટ પટેલ (પાટણ)
લલીત પટેલ(વસોયા)
મનોજ પનારા(મોરબી)
કેતન પટેલ (જૂનાગઢ)
દિનેશ બાંભણીયા(અમદાવાદ)
દિનેશ બાંભરોડીયા
વરુણ પટેલ (અમદાવાદ)
ઉદય પટેલ
અલ્પેશ પટેલ (સુરત)
અનીલ પટેલ
રવી પટેલ