રાત્રી દરમિયાન અવરજવર સમયે પણ સાવચેતી રાખવા અપીલ કરવામા આવી છે. અગત્યના કામ માટે બહાર જવાનું થાય તો સાથે ટોર્ચ અને અવાજ થાય તેવી વસ્તુ સાથે રાખવા અપીલ કરાઈ છે. આ વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળે તો તાત્કાલીક ફોરેસ્ટ વિભાગને જાણ કરવા અપીલ કરવામા આવી છે.
મહત્વનું છે કે, રાજયમાં 33માંથી 17 જેટલા જિલ્લાઓમાં દીપડાઓ દેખા દઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગર સચિવાલય સુધી પણ દીપડો પહોંચ્યો હતો.