અમદાવાદ: રાજ્યમાં દિવાળીના તહેવાર કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરના ગોતા વિસ્તારમાં આવેલા આકાશ પરિસરના 64 મકાનો અને 250 જેટલા રહીશોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાતા આકાશ પરિસરના લોકો નારાજ થયા છે.

જેનો રિપોર્ટ નેગેટિવ છે તેનો રિપોર્ટ પોઝિટિવ બતાવી અને પતરા મારી દીધા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. કોર્પોરેશનની અલગ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે નાગરિકોને પરેશાન થવું પડી રહ્યું હોવાની પણ લોકોની ફરિયાદ છે.

આખા આકાશ પરિસરમાં નવ જેટલા કેસ આવતા 250 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવા વ્યાજબી નહીં હોવાની લોકોની રજૂઆત છે. માઈક્રો કન્ટેન્ટ વિસ્તાર જાહેર કરતાં મહિલાઓની મુશ્કેલી વધી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.