કરિયાણું, શાકભાજી, ફળફળાદિ, અનાજ દળવાની ઘંટીઓ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ ખોલી શકાશે. દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી પહેલાં જ મળી ચૂકી છે. તેમના પર કોઈ નિયંત્રણ નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા વરાયેલા કમિશ્નરે જાહેર કરેલા સંપૂર્ણ લોકડાઉનની મુદત 15 મેના રોજ પૂરી થાય છે. સંપૂર્ણ લોકડાઉનનો સમયગાળો પૂરો થતો થતો હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે 15 મેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચાણ કરાશે. અલબત્ત દરેક દુકાનદારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા ફાળવાયેલા નિશ્ચિત વોર્ડમાં આ વેચાણ શરૂ કરાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે, કરિયાણુ , ફળફયાદી, શાકભાજી તથા અનાજ દળવાની ઘંટી શરતોને આધિન શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. કરિયાણુ , ફળફયાદી, શાકભાજી તથા અનાજ દળવાની ઘંટી સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે એવો સ્પષ્ટ આદેશ અપાયો છે.