અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 267 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 21 દર્દીઓના મોત થયા છે. 392 દર્દીઓ સારવાર લઈ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં નવા 267 કેસ નોંધાતા સંક્રમિત દર્દીઓની સંખ્યા 6353 પર પહોંચી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 421 દર્દીઓના મોત થયા છે.


અમદાવાદમાં હાલ કુલ 6353 સંક્રમિત દર્દીઓ છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 421 લોકોના મોત થયા છે, જ્યારે 1874 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ 362 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 8904 પર પહોંચી છે. જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા છે અને 466 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના અત્યાર સુધીમાં 537નાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નિચ્છીત વોર્ડમાં ખુલ્લી રાખી શકાશે.