અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો શુભારંભ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Dec 2019 07:20 AM (IST)
1
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો બુધવાર રાતથી પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો હતો.
2
મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 50 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા હતા.
3
12મો કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
4
દર વર્ષે લગભગ 25 લાખથી વધુ સહેલાણીઓ કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા આવે છે.
5
સ્વચ્છ અમદાવાદ અને મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ થીમ પર કાંકરિયા કાર્નિવલ ૨૦૧૯ આધારીત છે.