અમદાવાદ: હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે 30 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના પુત્ર ઉત્સવના લગ્ન થયા હતા. આ લગ્ન કરીને અલ્પેશ ઠાકોરે એક નવી પહેલા શરૂ કરી છે. લગ્નની તસવીરો અલ્પેશ ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી હતી.
થોડા દિવસો પહેલાં જ અલ્પેશ ઠાકોરે પોતાના ભત્રીજાના લગ્ન ધૂમધામથી કર્યાં હતા પરંતુ પોતાના દીકરાના લગ્ન એક ગરીબ પરિવારની દીકરી સાથે એકદમ સાદાઈથી કર્યાં છે. પુત્રીના પિતાનું નિધન થઈ ચૂક્યું છે તેવામાં આ લગ્નથી અલ્પેશ ઠાકોરે પોતાના સમાજને એક નવો સંદેશ આપ્યો છે.
અલ્પેશ ઠાકોરના દીકરાની પત્નીનું નામ ઉર્વી છે. ઉર્વી બનાસકાંઠાના થરાની વતની છે. ઉર્વીના પિતાનું બાળપણમાં જ મોત નિપજ્યું હતું. ત્યારે અલ્પેશ ઠાકોર ખુબ જ સંપન્ન પરિવારમાંથી આવે છે. ગુજરાતની રાજનીતિમાં અલ્પેશ ઠાકોર બહુ મોટું નામ બનાવી ચૂક્યા છે. અલ્પેશ ઠાકોરે આ લગ્નમાં ખુબ જ ઓછો ખર્ચ કર્યો હતો. સમાજમાં એક ઉદાહરણના રૂપમાં જોવા મળી રહ્યું છે.
અલ્પેશ ઠાકોરના પુત્રના લગ્ન યોજાયા હતા. અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર ઉત્સવના લગ્ન પિતાની છત્રછાયા ગુમાવનાર પુત્રી સાથે એકદમ સાદગીથી કર્યાં હતા. ભાજપના નેતા અલ્પેશે પુત્રના લગ્ન એકદમ સદાઈથી કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. વસંતપંચમીના દિવસે અચાનક થયેલા લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
આ અંગે અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું, ‘‘જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહેલ મારા પુત્ર ઉત્સવ અને પુત્રવધુ ઉર્વીને લગ્નજીવનમાં સદા સુખી રહે તેવા આશિર્વાદ…’’
પિતા વગરની પુત્રીના અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર સાથે સાદાઈથી લગ્ન કરાવ્યા, ખાસ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2020 10:25 AM (IST)
આ અંગે અલ્પેશ ઠાકોરે ફેસબૂક પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું, ‘‘જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહેલ મારા પુત્ર ઉત્સવ અને પુત્રવધુ ઉર્વીને લગ્નજીવનમાં સદા સુખી રહે તેવા આશિર્વાદ…’’
- - - - - - - - - Advertisement - - - - - - - - -