અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે હજુ ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ દરેક રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. તો બીજી તરફ પીએમ મોદી પણ ગુજરાતની ચૂંટણીને લઈને સક્રીય થયા છે. તેઓ વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂકવા ગુજરાત આવી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગર આવશે. અને ત્યાર બાદ 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે જશે. જો આ પહેલા દેશના ગૃહમંત્રી અમિત સાઙ પણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. ગૃહમંત્રી 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ આ વખતે બે દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. છે. તેઓ 10 અને 11 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
ભાજપના દિગ્ગજ કોળી નેતાએ સમાજની બેઠક બોલાવી
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે અચાનક બેઠક યોજતા રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોળી સમાજના આગેવાનો સાથે અચાનક બેઠક યોજતા રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લામાં કોળી સમાજના મતોનું વધુ પ્રભુત્વ હોય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ બેઠક યોજતા નવા જૂની થવાના એંધાણ છે. પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા બળવો કરી વેલનાથ સેના હેઠળ વિધાનસભામાં ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોળી સમાજના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કુંવરજીભાઈ બાવળિયાએ મોટું નિવેદન, મોટા નેતાનો હાથ હોઈ એવું બની શકે. કોઈ નો હાથ હોઈ તો કાંઈ નો ફેર પડે.
'.... પછી ખાવાનો વારો આવે, પૈસા માંગો ને પછી RTI કરો', કુંવરજી બાવળીયાની ઓડિયો ક્લિપ વાયરલ તાલુકા પંચાયતના સદસ્યના પતિને ધમકાવ્યા
જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની ઓડીયો વાઇરલ થઈ છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાનભાઈ સરવૈયાને ધમકી આપતી ઓડીઓ વાઇરલ થઈ છે. જાહેરમાં ચર્ચા કરવા માટે કુંવરજી બાવળિયાએ પડકાર ફેંક્યો. પૈસા માંગી અને આર.ટી.આઈ. કરશો તો ખાવાનો વારો આવશે, તેમ કુંવરજી બાવળિયા ધમકી આપી રહ્યા છે. ગટરની લાઈનનું નબળું કામ થયું હોય ત્યારે સદસ્યએ આર.ટી.આઈ.ની વાત કરતા કુંવરજીભાઈ લાલઘૂમ થઈ ગયા હતા.