PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, કેવડિયા ઓલ ઈન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2021 08:14 AM (IST)
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કેવડિયામાં ઓલ ઈન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે આજે ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે.
ફાઈલ તસવીર
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કેવડિયામાં ઓલ ઈન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે આજે ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમના સ્વાગત માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પહોંચ્યા હતા. પીએમ કેવડિયામાં ઓલ ઈન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ફરન્સમાં હાજરી આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી સીધા જ કેવડિયા જશે. ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે. આ કોન્ફરન્સમાં રાજનાથ સિંહ અને અજીત ડોભાલ પણ હાજર રહેશે.