રાજ્યમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં 48 દિવસ બાદ ફરી કેસ 500ની પાર પહોંચ્યા છે. રાજ્યમાં નવા કેસ 515 નોંધાયા છે તો માત્ર અમદાવામાં જ 113 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 2858 સુધી પહોંચ્યો છે.
રાજ્યમાં અમદાવાદથી 113, સુરતમાં 101, વડોદરામાં 90, રાજકોટમાં 46 નવા કોરોનાના કેસ નોંઘાયા છે. રાજ્યમાં નવ જિલ્લામાં બે-બે અને 4 જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
અમદાવાદમાં ફરી સંક્રમણ વધી રહ્યું છે. શુક્રવારે કોરોનાના નવા 113 કેસ નોંધાયા તો એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.સંક્રમણ વધતા - શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની 44 પર પહોંચી છે. અમદાવાદઓઢવ ઉપરાંત પ્રહલાદનગર અને સેટેલાઈટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધયા છે. ખેડા જિલ્લામાં k વધુ 9 પોઝિટિવના કેસ નોંધાયા તો નડિયાદમાં ત્રણ, ઠાસરામાં 2, તેમજ ગળતેશ્વર, કપડવંજ, મહેમદાવાદ 1-1 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. નવા 113 કેસ નોંધાયા તો એક સંક્રમિતનું મૃત્યુ, શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Mar 2021 07:41 AM (IST)
રાજયમાં ફરી કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં 48 દિવસ બાદ કેસની સંખ્યા ફરી 500ની પાર પહોંચી છે. નવા 515 કેસ નોંધાયા છે તો માત્ર અમદાવામાં જ 113 નવા કેસ નોંધાયા છે.તો ખેડામાં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -