PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. મહિલા અનામત બિલ પાસ થવાને લઈ અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનં અભિવાદન જીલ્યું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ જીપમાં સવાર હતા.
પીએમ મોદીએ શું કહ્યું
PM મોદી કેમ છો બધા કહી સંબોધન શરૂ કર્યું. જે બાદ કહ્યું, માતૃભૂમિને નમન સાથે મોટી સંખ્યમાં માતા બહેનોના આશીર્વાદ મળે, એનાથી વિશેષ શું હોઈ શકે. ખુશી સ્વભાવિક છે, કેમ કે તમે જે પુત્ર - ભાઈને દિલ્હી મોકલ્યો તેણે મહિલા આરક્ષણ બિલ લાવી મહત્વનું કામ કર્યું. આ સપનું વર્ષો પહેલા ગુજરાત ની ધરતી પર જોયું હતું.
- તમારા ચહેરાઓ પર એક અલગ જ ઉત્સાહ
- આ ખુશી સ્વભાવિક છે
- વિધાનસભાથી લઈ લોકસભા સુધી મહિલાઓને મળશે પ્રતિનિધિત્વ
- મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે તે મોદીની ગેરંટી
- હંમેશાની જેમ આ વખતે રક્ષાબંધન પર અનેક રાખડીઓ મોકલી હતી
- ભાઈ તરફથી તમામ બહેનોને ભેટ
- આ ભેટ મે પહેલાથી જ નક્કી કરી હતી
- પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રક્ષાબંધનનું ચૂકવ્યું ઋણ
- નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોનું સપનું પુરુ કરવાની ગેરંટી
- નારી શક્તિ વંદન અધિનિયમ વિકસિત ભારતની ગેરંટી
- મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે તો દેશનો વિકાસ ઝડપથી થશે
- પહેલા મહિલા અધિકારોની વાત પર બહાના બતાવવામાં આવતા હતા
- એક એક કરીને અનેક યોજનાઓ બનાવી
- મહિલાઓનું જીવન અમે આસાન બનાવ્યું
- મહિલાઓને દરેક તબક્કે કરવામાં આવી મદદ
- કન્યા કેળવણી અભિયાન સફળ રહ્યું
- તમામ ક્ષેત્રે મહિલાઓને આગવું સ્થાન મળ્યું
- મહિલા નેતૃત્વના વિકાસ માટે તમામ પગલા ભર્યા
- જવાબદાર પક્ષ તરીકે ભાજપે અનેક મહત્વના નિર્ણય લીધા
- કોર્પોરેશનથી લઈ પક્ષ નેતા સુધી મહિલાઓને સ્થાન આપ્યું
- કોર્પોરેશનથી કચેરી સુધી મહિલાઓને મળ્યું સ્થાન
- સરકારે મહિલા બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી
- પશુપાલનના વ્યવસાયમાં 65 ટકાથી વધુ મહિલાઓ કાર્યરત
- મહિલા દૂધ સહકારી મંડળીની રચના કરી
- આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે
- મહિલાઓ માટે સખી મંડળનું ગઠન કરવામાં આવ્યું
- આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ સખી મંડળ કાર્યરત
- મહિલાઓને જીવનમાં આગળ વધવાના અવસર મળ્યા
- ગર્ભવતિ મહિલાઓ માટે માતૃ વંદના જેવી યોજના ચલાવી
- સ્વચ્છ ભારત યોજના હેઠળ સ્કૂલોમાં શૌચાલય બનાવ્યા
- આજે દરેક ક્ષેત્રે દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે
- પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
- મહિલાઓની મજબૂતીએ વિરોધીઓને મત આપવા મજબૂર કર્યા
- વિપક્ષે મહિલાઓની તાકાતને નબળી પાડવાનો પ્રયાસ કર્યો
- વિપક્ષે મજબૂરીમાં બિલને સમર્થન આપ્યું
CR પાટીલે શું કહ્યું
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું, દેશમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો છે. તેમની તાકાત છે, તેમની તાકાત સાથે અન્યાય થયો. અનેકવાર મહિલા આરક્ષણ બિલ લાવી, તેને અસફળ બનાવવામાં આવ્યું. પીએમની નિયત છે કે બહેનોને તેમનો લાભ મળવો જોઈએ. જો બિલને સમર્થન ન આપે તો તેઓ ગુનેગાર બની જાત, દરેક પક્ષે બિલને સમર્થન આપ્યું.
મુખ્યમંત્રીએ શું કહ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું, વિશ્વ નેતા નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં સૌ નો વિકાસ થયો છે. આ બિલ દેશનું ભાગ્ય બદલશે. સારા કામ માટે નિયતિ એ અને ઈશ્વરે તેમનું સર્જન કર્યું છે. વિકસિત ભારતનું નિર્માણ માટેનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધશે.
કાલનો પીએમ મોદીનો શું છે પ્રોગ્રામ
આવતીકાલે સવારે 10.00 કલાકે સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે. જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે. અહીથી તેઓ સીધા બોડેલી પહોંચશે. જ્યાં 450 કરોડના કામોનુ લોકાર્પણ કરશે. તેના બાદ તેઓ બપોરે 2 વાગ્યે વડોદરા પહોંચશે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે ત્યારે પીએમ મોદી પણ આ પ્રવાસની સાથે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે.