PM Modi in Gujarat : હવે ગુજરાતનું અપમાન કરનારાઓને ગુજરાત સહન કરશે નહીઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે અને લગભગ રૂ. 15,670 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના આપ અને કોગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ગુજરાતને ગાળો બોલનારા સામે લાલ આંખ કરવાનું વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતુ. વડાપ્રધાને કહ્યું હતું કે હવે ગુજરાતનુ અપમાન કરનારાઓને ગુજરાત અને દેશ સહન કરશે નહીં. જુઠ્ઠાણા ફેલાવનારાઓથી ગુજરાતને ચેતવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ બે ગેસ સિલિન્ડર મફત આપવાની ભૂપેન્દ્ર પટેલ સરકારની જાહેરાતના વખાણ કર્યા હતા. અગાઉની સરકારોમાં ધારાસભ્યો હેન્ડ પમ્પ માટે આવેદનપત્ર આપતા હતા. સરકારી મકાન માતા બહેનોના નામે જ મળે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લાખો બહેનો સખી મંડળ યોજનાનો લાભ લઇ રહી છે. અગાઉ ગુજરાતના યુવાનોને અભ્યાસ માટે રાજ્યની બહાર જવું પડતું હતું. હવે ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજોનું માળખુ ઉભુ થઇ ગયું છે.
ભારતમાં પહેલા મોબાઇલ બનાવવાના બે કારખાના હતા હવે 200થી વધારે છે. માધવપુરનો મેળો આંતરરાષ્ટ્રીય બન્યો છે. આજે એશિયાના સૌથી મોટા રોપવેમાં ગિરનાર રોપ વેનું નામ આવે છે. 20 વર્ષમાં સિહોની સંખ્યા ડબલ થઇ ગઇ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઠ વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ ગુજરાતને મળ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ગુજરાતની કોસ્ટલાઇનની કનેક્ટીવીટી મજબૂત થશે. માતા બહેનોના આશીર્વાદ મારા માટે શક્તિકવચ છે.
લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જૂનાગઢ સિંહની ધરતી અને નરસિંહની પણ ધરતી છે. આ વિકાસના કામોનો લાભ માછીમારોને થશે. રોજગારના અનેક અવસરો લઇને આ યોજના આવી છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કામગીરી બિરદાવી છે. અગાઉ 10 વર્ષમાં સાત વર્ષ તો દુકાળ પડતા, પાણીના વલખા મારવા પડતા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી એક પણ વખત દુકાળ પડ્યો નથી. જે કુદરતના આશીર્વાદ છે. જૂનાગઢના ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. ભારતમાં જ નહી દુનિયામાં પણ જૂનાગઢની કેસર કેરીની મીઠાસ પહોંચી રહી છે.
જૂનાગઢમાં વડાપ્રધાન મોદીએ 4100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને 4100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. વંથલી-મેંદરડા ભાગ- 2 પાણી પૂરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. પોરબંજરમાં 546 કરોડના ખર્ચે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ બનશે.
વડાપ્રધાન જૂનાગઢ પહોંચતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજયના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.
જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રૂ.4155 કરોડનાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં વિકાસકામોના ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે.
પીએમ મોદી જૂનાગઢ પહોંચ્યા
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો અને સભામાં ગુંદા ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વતન ગુંદા ગામથી મોટી સંખ્યામા લોકો રાજકોટ પહોંચ્યા.. આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો કારના કાફલા સાથે પહોંચ્યા.
મંત્રી બ્રિજેશ મેરજા એસટી બસમાં કાર્યકરો સાથે જવા રવાના. મોરબીના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં મંત્રી રાજકોટ રવાના થયા. એસટી બસમાં સાથે બેસી રાજકોટ જતા મંત્રી બ્રિજેશ મેરજા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજકોટ એરપોર્ટ પર આગમન. રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત જૂનાગઢ જવા રવાના.
ખડગેના પક્ષમાં 90 ટકા મત પડ્યાં
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 60 ટકા મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. 90 ટકા મત મલ્લિકાર્જુન ખડગેના પક્ષમાં છે. કોંગ્રેસ ટુંક સમયમાં નવા પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે.
દેશે હાલમાં જ 5Gના યુગમાં પ્રવેશ કર્યો, દેશમાં 5G નવો બદલાવ લાવશેઃ મોદી
પીએમ મોદીએ ઘર આંગણે જ યુવાનોને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવાનો નિર્ધાર કર્યોઃ મુખ્યમંત્રી
ગુજરાતના શિક્ષણ જગત માટે ઐતિહાસિક દિવસઃ મુખ્યમંત્રી
PM મોદી પહોંચ્યા ત્રિ-મંદિર
થોડીવારમાં પીએમ મોદી પહોંચશે અડાલજના ત્રિમંદિર ખાતે. ત્રિમંદિરથી પીએમ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું કરશે લોકાર્પણ
જૂનાગઢઃ પીએમ મોદીના કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસનો વિરોધ. ગાંધી ચોક ખાતે કર્યો વિરોધ. ધારાસભ્ય ભીખાભાઈ જોશીની હાજરીમાં કરાયો વિરોધ. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની કરાઈ અટકાયત. મોદી વિરુદ્વ કરાયા સૂત્રોચ્ચાર.
મિશન ડિફેન્સ સ્પેસ દેશના ખાનગી સેક્ટરને પોતાનું સામર્થ્ય દેખાડવાનો અવસર આપશે. સ્પેસ ટેકનોલોજી ભારતની ઉદાહવાદી વિચારને નવી સંભાવનાઓને જન્મ આપી રહી છે. આ ટેકનોલોજીનો લાભ નાના દેશોને થઈ રહ્યો છે.
વિશ્વની અપેક્ષાને પુરી કરવા ભારત દરેક પ્રયાસ કરતું રહેશે. ડિફેન્સ એક્સ્પો ભારત પ્રત્યે વૈશ્વિક વિકાસનું પ્રતિક છે. ભવ્ય આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને અભિનંદન. ડિફેન્સ એક્સ્પોથી ગુજરાતની ઓળખને નવી ઉંચી મળી રહી છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 130 કિ.મી. દૂર છે. ડીસા, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે. 14 વર્ષ સુધી કોંગ્રેસની સરકારે કંઈ જ ન કર્યું. દેશની સુરક્ષાનું પ્રભાવી કેન્દ્ર ડીસા બનશે. બનાસકાંઠા, પાટણ ગુજરાતમાં સૌર શક્તિનું કેન્દ્ર બનીને ઉભર્યું. એ જ બનાસકાંઠા, પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.
મોદીએ કહ્યું કે, ભવિષ્યને ઘડનારા યુવા સ્પેસ ટેક્નોલોજીને નવી ઉંચા સુધી લઈ જશે. ડિફેન્સ એક્સ્પો યુવાનો માટે ફ્યુચર વિન્ડો માફક છે. મને મારા દેશની યુવા પેઢી પર વિશ્વાસ છે. દેશની સેનાઓનએ મળીને બે યાદી પણ તૈયાર કરી છે. દેશની રક્ષા માટે વધુ વધુ સાધનો દેશની અંદર બનેલાનો ઉપયોગ કરશે. ભારતમાં બનેલી નવી 110 ચીજવસ્તુ ખરીદવાનો નિર્ણય સેનાએ કર્યો છે.
મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, ડીફેન્સ એક્સ્પો એ આત્મનિર્ભર ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની ભવ્ય તસવીર. યુવાોની શક્તિ, સંકલ્પ, સાહસ અને માર્થ્યનું ઉદાહરણ છે. મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસર છે. આ ડિફેન્સ એક્સ્પોમાં પ્રથમવાર ફક્ત ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. આ ડિફેન્સ એક્સ્પોમાં ફક્ત મેડ ઇનટ ઇન્ડિયાના ઉપકરણો જ સામેલ છે.
ડિફેન્સ પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્યઃ મુખ્યમંત્રી
રક્ષાશક્તિનું એક વૈશ્વિક મંચ ગુજરાતને પ્રદાન થયું, પીએમની રાજ્યના યુવાનોને રક્ષાક્ષેત્રની તાલિમ આપવાની ઇચ્છા. પીએમએ વાયબ્રન્ટ સમિટમાં ખાસ ડિફએન્સ પેવેલિયનને પ્રોત્સાહન આપ્યું, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
રાજકોટમાં પ્રધાનમંત્રીના આગમન પહેલાં રાજકારણ ગરમાયું . પ્રધાનમંત્રીના આગમન પહેલાં કોંગ્રેસ નેતાઓની કરાઈ અટકાયત. જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાઓને કરાયા નજર કેદ. પ્રધાનમંત્રીનાં આગમન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કરાઈ અટકાયત .
ડિફેન્સ એક્સ્પો 2022નું પ્રધાનમંત્રી થોડીવારમાં કરશે ઉદ્ઘાટન. રક્ષામંત્રી રાજનાથ સિંહ મહાત્મા મંદિર પહોંચ્યા. પ્રધાનમંત્રી થોડી વારમાં ગાંધીનગર પહોંચશે.
પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અમદાવાદ
બ્રેકગ્રાઉન્ડ
PM Narendra Modi in Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે અને લગભગ રૂ. 15,670 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આજે સવારે 9:45 કલાકે વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સ્પો-22નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન બપોરે 12 વાગ્યે અડાલજમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
આ પછી, લગભગ 6 વાગ્યે, તેઓ ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે અને રાજકોટમાં અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 7:20 વાગ્યે, વડાપ્રધાન રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતની આ બીજી મુલાકાત છે.
આજે PMનો કાર્યક્રમ ક્યાં છે?
ગાંધીનગર
- વડાપ્રધાન ગાંધીનગરમાં રક્ષા પ્રદર્શન 22નું ઉદ્ઘાટન કરશે. 'પાથ ટુ પ્રાઇડ' થીમ હેઠળ આયોજિત આ એક્સ્પોમાં અત્યાર સુધીના ભારતીય સંરક્ષણ પ્રદર્શનમાં સૌથી મોટી સહભાગિતા જોવા મળશે. પ્રથમ વખત, તે ફક્ત ભારતીય કંપનીઓ માટે આયોજિત સંરક્ષણ પ્રદર્શનનું પણ સાક્ષી બનશે, જેમાં વિદેશી OEMsની ભારતીય પેટાકંપનીઓ, ભારતમાં નોંધાયેલ કંપનીનો એક વિભાગ, ભારતીય કંપની સાથે સંયુક્ત સાહસ ધરાવતા પ્રદર્શકો સામેલ છે. આ ઈવેન્ટ ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાના વ્યાપક અવકાશ અને સ્કેલને પ્રદર્શિત કરશે.
- આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા અવકાશ ક્ષેત્રમાં સંરક્ષણ દળો માટે નવીન ઉકેલો વિકસાવવા માટે મિશન ડેફસ્પેસ લોન્ચ કરશે. વડાપ્રધાન ગુજરાતમાં ડીસા એરફિલ્ડનો શિલાન્યાસ પણ કરશે. આ ફોરવર્ડ એરફોર્સ બેઝ દેશના સુરક્ષા માળખાને મજબૂત બનાવશે.
- આ એક્સ્પો 'ભારત-આફ્રિકા: સંરક્ષણ અને સુરક્ષા સહકારના સંકલન માટે વ્યૂહરચના અપનાવવા' થીમ હેઠળ બીજા ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદનું પણ સાક્ષી બનશે. શાંતિ, વિકાસ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ માટે વડાપ્રધાનના વિઝન (SAGAR)ને અનુરૂપ, એક્સ્પો દરમિયાન બીજો હિંદ મહાસાગર પ્રદેશ+ (IOR+) કોન્ક્લેવ પણ યોજાશે. IOR+ પ્રદાન કરશે. દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક સંવાદ માટેનું પ્લેટફોર્મ. એક્સ્પો દરમિયાન, સંરક્ષણ માટે સૌપ્રથમ રોકાણકારોની બેઠક યોજાશે. આ IDEX (ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ) ના સંરક્ષણ ઇનોવેશન પ્રોગ્રામ, મંથન 2022 માં સોથી વધુ સ્ટાર્ટઅપ્સને તેમની નવીનતાઓ દર્શાવવાની તક આપશે. આ કાર્યક્રમમાં 'બંધન' કાર્યક્રમ દ્વારા 451 ભાગીદારી પણ શરૂ કરવામાં આવશે.
- વડાપ્રધાન અડાલજના ત્રિમંદિરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ ઉદ્ઘાટન કરશે. કુલ રૂ. 10,000 કરોડના ખર્ચ સાથે આ મિશનની પરિકલ્પના કરવામાં આવી છે. ત્રિમંદિરમાં કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન લગભગ 4260 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ મિશન રાજ્યમાં નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ અને શાળાના માળખાકીય માળખાના એકંદર અપગ્રેડેશન દ્વારા ગુજરાતમાં શિક્ષણ માળખાને મજબૂત બનાવવામાં મદદ કરશે.
જૂનાગઢમાં વડાપ્રધાન
- વડાપ્રધાન લગભગ 3580 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
- વડાપ્રધાન મિસિંગ લિંકના નિર્માણની સાથે કોસ્ટલ હાઈવેના સુધારણા માટે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિલોમીટરથી વધુ લંબાઈના હાઈવેને આવરી લેવામાં આવશે.
- વડાપ્રધાન જૂનાગઢમાં પાણી પુરવઠાની બે યોજનાઓ અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉન સંકુલના નિર્માણનો શિલાન્યાસ કરશે. પોરબંદરમાં વડાપ્રધાન શ્રી કૃષ્ણ રૂકમણી મંદિર, માધવપુરના સર્વાંગી વિકાસ માટે શિલાન્યાસ કરશે. તેઓ પોરબંદર ફિશરી હાર્બર ખાતે ગટર અને પાણી પુરવઠાની યોજનાઓ અને જાળવણી ડ્રેજિંગ માટે શિલાન્યાસ પણ કરશે. તેઓ ગીર સોમનાથ ખાતે માધવડ ખાતે ફિશિંગ પોર્ટના વિકાસ સહિત બે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
રાજકોટમાં વડાપ્રધાન
- વડાપ્રધાન રાજકોટમાં આશરે રૂ. 5860 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ઈન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં આયોજન, ડિઝાઇન, નીતિ, નિયમન, અમલીકરણ, વધુ ટકાઉપણું અને સર્વસમાવેશકતાનો પરિચય સહિત ભારતમાં હાઉસિંગ સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે. જાહેર સમારંભ પછી, વડા પ્રધાન નવીન બાંધકામ પદ્ધતિઓ પર એક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.
- જાહેર સમારંભ દરમિયાન વડાપ્રધાન લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ બનેલા 1100 થી વધુ મકાનોનું ઉદ્ઘાટન કરશે. આ મકાનોની ચાવી પણ લાભાર્થીઓને સોંપવામાં આવશે. તેઓ બ્રાહ્મણી-II ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધીના મોરબી-બલ્ક પાઈપલાઈન પ્રોજેક્ટને પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે. તેમના દ્વારા સમર્પિત અન્ય પ્રોજેક્ટ્સમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને માર્ગ ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
- વડાપ્રધાન ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 ના રાજકોટ-ગોંડલ-જેતપુર સેક્શનના હાલના ફોર-લેન સિક્સ-લેન બનાવવા માટે શિલાન્યાસ કરશે. તેઓ મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થળોએ આશરે રૂ. 2950 કરોડની કિંમતની GIDC ઔદ્યોગિક વસાહતોનો શિલાન્યાસ પણ કરશે. અન્ય પ્રોજેક્ટ કે જેના માટે શિલાન્યાસ કરવામાં આવશે તેમાં ગડકામાં અમૂલ-ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, બે પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ અને રસ્તા અને રેલવે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
20મીએ પણ અનેક કાર્યક્રમો
20 ઓક્ટોબરના રોજ સવારે 9:45 કલાકે વડાપ્રધાન કેવડિયા ખાતે મિશન લાઈફની શરૂઆત કરશે. બપોરે 12 વાગે વડાપ્રધાન કેવડિયા ખાતે મિશનના વડાઓની 10મી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ પછી, લગભગ 3:45 કલાકે, તેઓ વ્યારા ખાતે વિવિધ વિકાસ પહેલનો શિલાન્યાસ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -