PM Modi in Gujarat: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન લોન્ચ કરશે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોદી સભામાં ઉપસ્થિત રહેશે. આ સમયે 24 મહિલા ચરખો કાંતીને મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીની અમદાવાદ મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓએ કવાયત હાથ ધરી હતી. ગાંધી આશ્રમ અને સભા સ્થળ પર તપાસ કરી હતી.






જાણો સંપૂર્ણ કાર્યક્રમ


મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી સવારે 8.20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બાદમાં નવ વાગ્યે સાબરમતી ડી કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. તેઓ 9.30 કલાકે સાબરમતી આશ્રમ જવા રવાના થશે. ત્યારબાદ 10 વાગ્યે વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ નિહાળશે. સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભા સંબોધન કરશે. અહીં તેઓ ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ પાછળ સરકાર 1200 કરોડ ખર્ચશે અને આખા આશ્રમની કાયાપલટ કરશે. ત્યારબાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ગુજરાતી વડાપ્રધાન રાજસ્થાન જવા રવાના થશે.


ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેંદ્રનું લોકાર્પણ કરશે.


અમદાવાદથી દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન દોડશે


હવે અમદાવાદથી દ્વારકા સુધી વંદે ભારત ટ્રેન દોડશે. પીએમ મોદીની વર્ચ્યુ્અલ હાજરીમાં રાજકોટ રેલવે સ્ટેશનથી જામનગર-અમદાવાદ વંદેભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવાશે. ઓખા-અમદાવાદ વંદેભારત ટ્રેન સપ્તાહના છ દિવસ ઓખાથી સવારે 3.40 વાગ્યે રવાના થઈ 4 વાગ્યે 5 મિનિટે દ્વારકા પહોંચશે.


બાદમાં દ્વારકાથી 4.10 વાગ્યે નિકળી સવારે 10.10 વાગ્યે અમદાવાદ પહોંચશે. તો ટ્રેન નંબર 22925 અમદાવાદ ખાતેથી મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. જે મુજબ ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગ્યે 10 કલાકે રવાના થશે અને રાત્રે 12.05 મિનિટે દ્વારકા અને 12 વાગ્યે 40 મિનિટે ઓખા પહોંચશે.