અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે બધાની નજર કોરોનાની રસી પર મંડાયેલી છે. લોકો કોરોનાની રસી ક્યારે આવશે, તે અંગે વારંવાર પ્રશ્નો પૂછી રહ્યા છે. ત્યારે કોરોનાની રસીને લઈને મોટા સમાચાર આવી શકે છે. ગુજરાતથી જ કોરોનાની રસીને લઈને જાહેરાત થઇ શકે છે.
PM નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેમજ ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લે તેવી શક્યતા છે. વેક્સિનમાં ઝાયડસ અંતિમ ચરણમાં પહોંચ્યું છે. ઝાયડસ ઝાયકોવ-ડી વેક્સિનનું નિર્માણ કરી રહ્યું છે. વડાપ્રધાન ગુજરાતથી જ મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ટૂંક સમયમાં મોટી જાહેરાત થઇ શકે છે.
ભારતની આ કંપનીની કોરોના રસીની પ્રગતિનો રિપોર્ટ લેવા મોદી આવશે અમદાવાદ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Nov 2020 04:16 PM (IST)
PM નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેમજ ઝાયડસ પ્લાન્ટની મુલાકાત લે તેવી શક્યતા છે. વડાપ્રધાન ગુજરાતથી જ રસી મુદ્દે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -