Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થયું હતું.  આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો  અમદાવાદમાં મેગા રોડ શો યોજાયો છે.  નરોડાથી પ્રધાનમંત્રી મોદીએ રોડ શોની શરુઆત કરી હતી.  આ રોડ શો 32 કિલોમીટર સુધી ચાલશે. આ રોડ શોમાં 14 વિધાનસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના મેગા રોડ શો દરમિયાન પોતાનો કાફલો રોકી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.