ગાંધીનગરઃ PM મોદીએ કહ્યુ- 'ફક્ત ફિટનેસથી જ ગુનેગારોને પકડી શકાતા નથી, ટેકનોલોજીની પણ જરૂર'

પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે.  આજે સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી મોદી રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો યોજાશે

gujarati.abplive.com Last Updated: 12 Mar 2022 01:56 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે.  આજે સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી મોદી રાજભવનથી નીકળશે અને દહેગામ સુધી રોડ શો યોજાશે. આ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદીનું અલગ...More

નોકરીના તણાવમાં જવાનોની ચિંતા કરવી જરૂરી છે

વડાપ્રધાને કહ્યું કે નોકરીના તણાવમાં જવાનોની ચિંતા કરવી જરૂરી છે. વિભાજીત પરિવાર હોવાથી સુરક્ષા જવાની માનસિક સ્થિતિ પર અસર થઇ છે. અગાઉ સંયુક્ત કુંટુંબ હતું ત્યારે પોલીસ જવાનો શાંતિ અનુભવતા હતા. તણાવ મુક્ત કેવી રીતે રહેવું તે સુરક્ષા કર્મચારીઓને શીખવવું જરૂરી છે.


ફક્ત ફિટનેસથી જ ગુનેગારોને પકડી શકાતા નથી પણ ટેકનોલોજીની પણ જરૂર પડે છે. આ પોલીસ યુનિવર્સિટી નથી રક્ષા યુનિવર્સિટી છે. યુનિફોર્મની તાકાત ત્યારે વધશે જ્યારે પહેરનારની અંદર માનવતા હશે. કરુણાનો ભાવ હશે ત્યારે યુનિફોર્મની કિંમત વધશે.