PM Modi Gujarat Visit : ગયા અઠવાડિયે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો. પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ એક આકર્ષણ સર્જાયું છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા 300 મીટરના પુલનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.







જાણો અટલ ફુટ ઓવર  બ્રિજની વિશેષતા
રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજની ઘણી વિશેષતાઓ છે અને તેના લોકાર્પણથી લોકોને ઘણી સુવિધાઓ પણ મળશે. આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે અને પશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે. ફૂટ ઓવર બ્રિજ તેની ડિઝાઇનમાં અનન્ય છે અને દર્શકો તેની પ્રશંસા કરવાનું બંધ કરી શકતા નથી.


ફૂટ ઓવર બ્રિજ શહેરની સુંદરતામાં વધારો કરશે
એટલું જ નહીં, તે ટેક્નોલોજીના  દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે. તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.






કચ્છની સરહદ ડેરીમના  સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છની સરહદ ડેરીમાં નિર્મિત ગુજરાતના સૌપ્રથમ સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું લોકાર્પણ કરશે.


ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાંટનું ઉદઘાટન પીએમ મોદી કરશે. અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે. જેની વીજ ઉત્પાદન ક્ષમતા ૩ મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે.


હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દુધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે. આજથી એક દાયકા પહેલા શરુ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે.