અમદાવાદ: દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરાવ્યો છે. કેવિડિયા કોલોનીથી પ્રધાનમંત્રી મોદી સી-પ્લેનમાં ઉડાન ભરી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કેવડિયાથી 11:55એ સી-પ્લેનનું ઉદઘાટન કર્યું હતું.



અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પ્રધાનમંત્રી મોદીના સ્વાગત માટે રાજ્યપાલ, સીએમ, ગૃહમંત્રી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા અઢી કલાકથી 4 બોટનું સાબરમતીમાં પેટ્રોલિંગ કરી રહી છે.

કોરોનાના કારણે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતના સ્થળે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેર પોલીસને સવારથી સ્ટેંડ ટુ રહેવાના આદેશ અપાયા છે. સવારે 10થી બપોરના 2 વાગ્યે સુધી સાબરમતી રિવરફ્રંટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાન ગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો આવતો માર્ગ બંધ રાખવામાં આવશે.