11 હજારથી વધુ પાટલાઓ પર ઉમિયા માતાજી મંદિરની ભૂમિ પૂજા કરી વિશ્વ રેકોર્ડ સ્થપાશે. તેમજ 6 મહિના બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાનો વિદેશની ધરતી પર જઈને જનજાગૃતિ કાર્યક્રમ કરશે.
- 4 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે
- 4 માર્ચે બપોરે 12 વાગે જામનગર આવશે
- જામનગરમાં 12થી 1.30 સુધી રોકાણ
- બપોરે 1.30 વાગે જામનગરથી અમદાવાદ આવવા રવાના થશે
- સાંજે 3થી 4 જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપી મંદિરના ખાત મુહૂર્ત કરી ભૂમિપૂજન કરશે
- સાંજે 4.30 વસ્ત્રાલ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે, ઉદ્ઘાટનમાં મેટ્રો ટ્રેનની સવારી કરશે
- સાંજે 6 વાગે બી.જે મેડિકલમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ચર્ચા સભા કરશે, અહીં 7.30 સુધી રોકાણ કરશે
- 7.30થી 8 વાગ્યા સુધી નવા સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે, લોકાર્પણ બાદ રાજભવન જવા રવાના થશે
- નરેન્દ્ર મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
- 5 માર્ચે 10 વાગે અડાલજ અન્નપૂર્ણ મંદિર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
- બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં વધુ એક કર્યક્રમમાં હાજરી આપશે
- શ્રમુયોગી માન ધન યોજનામાં ઉપસ્થિત રહેશે, યોજનાની શરૂઆત બાદ જનસભાને સંબોધશે
- વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મધ્ય પ્રદેશ જવા રવાના થશે