અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા હુમલાને કારણે અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે 28 તારીખ એટલે કે આવતીકાલે આ મીટિંગ યોજાવાની હતી.

28મીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની હતી જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ હાલની સ્થિતિને કારણે મીટિંગ હાલ પુરતી રદ્દ મોકૂફ રાખવામાં આવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરના અડાલજ ખાતે જનસંકલ્પ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જોકે તે પણ મોકૂફ રખાઈ છે.


કોંગ્રેસ વર્કિગ કમિટીની મીટિંગને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જોકે અચાનક કોંગ્રેસ દ્વારા આ મીટિંગ મોકૂફ રાખવામાં આવી છે. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.