અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે જોરશોરથી કોરોનાનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય મંત્રીઓએ કોરોનાની રસી લીધી છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ કોરોનાની રસી લીધી છે.
આ અંગે ખૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મારા માતાએ આજે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે, તમારી આસપાસના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરો અને મદદરૂપ થાવ.