અમદાવાદઃ શાહીબાગમાં રહેતી 20 વર્ષની યુવતીને ચાર બોયફ્રેન્ડ હોવાનું યુવતીના બિઝમેસમેન પિતાને યુવતીના જ એક બોયફ્રેન્ડે મેસેજ કરીને કહ્યું હતું. તેના કારણ તણાવમાં આવી ગયેલા પિતાએ 181 નંબર પર ફોન કરીને મહિલા હેલ્પલાઈનની મદદ માગી હતી. યુવતીએ પહેલાં તો પોતાને એક જ બોયફ્રેન્ડ હોવાનું કહ્યું હતું પણ છેવટે ચાર બોયફ્રેન્ડ સાથે સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું. હેલ્પલાઈનના કાઉન્સેલરે યુવતીને સમજાવીને અંગત સંબંધોમાં સાવચેતી રાખીને આગળ વધવા સલાહ આપી હતી. જ્યારે પિતાને દીકરી સાથે વાત કરવાની સલાહ આપીને મોકલ્યાં હતાં.


શાહીબાગમાં રહેતી યુવતીના પિતાને યુવતીના એક બોયફ્રેન્ડે મેસેજ અને ફોન રેકોર્ડિંગ મોકલ્યા હતા. એક અઠવાડિયા સુધી સતત  વોટ્સએપ પર તેમની દીકરીના મેસેજ, ફોનનું રેકોર્ડિંગ, વોટ્સએપ ચેટ, સ્ક્રીનશોટ મળતાં પિતા ગભરાઈ ગયા હતા.   તેમણે 181 નંબર પર અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને  દીકરીનું કાઉન્સલિંગ કરીને તેને સારા રસ્તે લાવાવ વિનંતી કરી હતી.  અભયમની ટીમને રાકેશભાઈએ બોયફ્રેન્ડે મોકલેલાં મેસેજ, વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ બતાવ્યા હતા.


મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને કેટલા બોયફ્રેન્ડ છે એવું પૂછતાં યુવતીએઁ એક જ બોયફ્રેન્ડ હોવાનું રટણ કર્યું હતું. તેણે 181 ટીમને મોબાઈલ તપાસવા પણ આપ્યો હતો. યુવતીએ પહેલાંથી જ મોબાઈલમાંથી બધું ડિલિટ કરી દીધું હતું તેથી 181ની ટીમે બોયફ્રેન્ડે તેના પિતાને મોકલેલાં મેસેજ અને સ્ક્રીનશોટ દેખાડતાં યુવતીએ ચાર બોયફ્રેન્ડ હોવાનું સ્વીકાર્યું હતું. 181ની ટીમે હવેથી આવું કાંઈપણ કામ ન કરવા સલાહ આપી હતી.


ટીમે બોયફ્રેન્ડનું પણ કાઉન્સલિંગ કર્યું હતું. તેણે જણાવ્યું કે પોતે યુવતી  સાથે લગ્ન કરવા માગતો હતો પણ યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. 181ની ટીમે યુવતીના પિતાને કહ્યું કે, આવી ઉંમરે છોકરા-છોકરીઓમાં હોર્મોન્સ ફેરફાર થવાને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. ટીમે યુવતી અને પિતાને સમજાવીને શાંતિથી ઘરે પરત મોકલ્યા હતા.