અમદાવાદ: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડ કુશનર સહિત 30 જેટલા ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશન સાથે સોમવારે અમદાવાદ આવી રહ્યા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવીને ભારતના પ્રવાસની શરૂઆત કરવાના હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે. ટ્રમ્પનું મેગાસિટીમાં રોકાણ સાડા ત્રણ કલાકનું રહેશે. તેઓ તેમના ખાસ વિમાન મારફતે સવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થશે.
નરેન્દ્ર મોદી ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર કરશે સ્વાગત
ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડનુમ ભવ્ય સ્વાગત કરશે. મોદી અને ટ્રમ્પની કાર ગુજસેલના વીવીઆઇપી ગેટની બહાર નિકળે ત્યારે ટ્રમ્પની કારની આગળ અને પાછળ સુરક્ષા ગાડીઓનો કાફલો જોડાશે. લશ્કરની ત્રણે પાંખના જવાનો પરંપરાગત કવાયત દ્વારા પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે.
ટ્રમ્પ આપણી વચ્ચે, તે આપણું સૌભાગ્ય: મોદી
રવિવારે PM નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું હતું કે, ટ્રમ્પની મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે. ટ્રમ્પને આવકારવા ભારત ઉત્સાહિત છે. ટ્રમ્પ સોમવારે અમદાવાદમાં આપણી વચ્ચે હશે તે આપણું સૌભાગ્ય છે.
ટ્રમ્પે કહ્યું: મહાન મિત્રોને મળવા આતુર
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસે આવવા નીકળ્યા તે પહેલાં તેમણે બાહુબલી થીમ ઉપર બનાવેલો એક વીડિયો રિટ્વિટ કર્યો હતો. તેમાં ટ્રમ્પને બાહુબલી બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પે રિટ્વિટ કરતા જણાવ્યું કે, ભારતમાં મારા મહાન મિત્રોને મળવા માટે આતુર અને ઉત્સાહિત છું.
PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા અને ઈવાન્કાનું કરશે ભવ્ય સ્વાગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2020 08:13 AM (IST)
ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, પુત્રી ઈવાન્કા અને જમાઈ જેરેડનુમ ભવ્ય સ્વાગત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -